President's Message
મિત્રો,
નમસ્તે!
ગુજરાતી સમાજ કતારની નવી કમિટીએ તેનો કાર્યભાર સંભાળ્યો તેની સાથે જ આપ સૌ માંથી ઘણા બધા સભ્યોએ અલગ-અલગ માધ્યમ દ્વારા કમિટી ને શુભેરછાઓ પાઠવી છે તે બદલ કમિટી સર્વે નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારા પ્રતિભાવો, સૂચનો અમને મોકલતા રહો.
કતાર રાષ્ટ્રએ, જે રીતે એ ખુબ જ ઝડપી પ્રગતિ કરતા દેશો માં મોખરા નું સ્થાન મેળવ્યું છે તે પ્રશંસનિય છે, તેમાં વસતા એક સમુદાય તરીકે આપણે ગૌરવ અનુભુએ છીએ અને તેમાં આપણો "ગુજરાતી સમાજ", અહીં કતાર માં વસતા ભારતીયો માં મોરપીંછ સમાન છે. જે સરળતા, શાલીનતા અને ઝડપ થી વિવિધલક્ષી રીતે ગુજરાતી સમાજ નો વિકાસ થઇ થઇ રહ્યો છે તેની ગુણવત્તા જાળવી રાખી ને આપણે સમાજ ને વધુ ઉચ્ચ શિખરો પર લઇ જઇએ તેવી અમારી ઈચ્છા છે. તેમાં આપ સૌનો સાથ-સહકાર એક ચાવી રૂપ બની રહેશે અને તો આપણે બધા, સાથે મળી સમાજ ઉપયોગી એવા સામાજિક, સાંસ્કૃતિક, રમત-ગમત વગેરે અનેકવિધ કાર્યક્રમો ના આયોજન , સંચાલન કરી તેને સફળતાપૂર્વક સંપન્ન કરી શકીશું.
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદા કાળ ગુજરાત" ખ્યાતનામ કવિતા ના શબ્દો આપણે સૌ સાથે મળી ને સાર્થક કરીએ અને ભારતની બહાર રહી ને, ભારતવર્ષ ના ખૂબ જ અમૂલ્ય સામાજિક, સાંસ્કૃતિક અને વૈવિધ્યપૂર્ણ વારસાઓ નું સંભાળપૂર્વક જતન કરતા-કરતા પ્રગતિ ના પંથે આગળ વધીએ.
બસ, વધુ નહિ લખતા આ સાથે હું વિરમું છું.
“જય જય ગરવી ગુજરાત”
"વંદે માતરમ"
દેવાંગ પટેલ અને કમિટી
ગુજરાતી સમાજ કતાર (૨૦૧૯ -૨૦૨૦)